(૧૬) આ દુઆ (૩) પરિસ્થિતિઓમાં માંગી શકાય.

 

 

 

(૧૬)આ દુઆ (૩) પરિસ્થિતિઓમાં માંગી શકાય.
(૧) ઝાલિમ હુકમરાંનોથી નજાત હાસિલ કરવા.(૨) આવી જ પરિસ્થિતિમાં વતન છોડવું પડે ત્યારે પોતાના નિયત સ્થળે પહોંચતા સુધી.(૩) તે સ્થળે હંગામી રહેઠાણ બનાવવું હોય કે કાયમી ત્યાં વસી જવું હોય ત્યારે
(સૂરા નં ૨૮ કસસ આયત ૨૧)

رَبِّ نَجِّنِى مِنَ ٱلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ

રબ્બે નજજીની મિનલ કવમીઝ ઝાલેમીન

પરવરદિગાર મને ઝાલિમ લોકોથી નજાત આપ

(સૂરા નં ૨૮ કસસ આયત ૨૧)

 

 

 

આ દુઆ હઝરત મુસા (અલ.) એ ત્યારે માંગી જ્યારે આપે જોયું કે ફિરઓનની હુકૂમતમાં રહેવું હલાકતનું કારણ બની શકે છે. જેથી આ મુનાસિબ છે કે કોઇ બીજા મુલ્કમાં હિજરત કરી જવી જોઇએ.
ઝાલિમ હુકમરાનૌથી નજાત હાસિલ કરવા માટે અથવા એવા ઝાલિમ પ્રભુત્વશાળી લોકો જે આપણને હેરાન કરે છે. હુકૂમત આવા ઝાલિમોને પડકારતી નથી અથવા પડકારી શકતી નથી. તેવા સમયે પણ વતન છોડવું પડે એવી પરિસ્થિતિ ઉભી થાય તો, આપણા નક્કી કરેલા સ્થળે પહોચવા માટે, જ્યાં આપણે હંગામી કે કાયમી વસવાટ કરવા માંગતા હોય, ઉપરોક્ત દુઆ વારંવાર માંગો.