(૧૪)દુન્યવી દૃષ્ટિએ ભલે આપણે ગમે તેટલા હોશિયાર અને ઈલ્મયાફતા ગણાતા હોય છતાંય આ દુઆ હંમેશા પઢતા રહેવું જોઈએ.
(સુરા નં ૨૦ તાહા આયત નં. ૧૧૪)
رَبِّ زِدْنِي عِلْمًا
રબ્બે ઝિદની ઈલ્મા
અય મારા પરવરદિગાર મારા ઇલ્મમાં વધારો કર.
(સુરા નં ૨૦ તાહા આયત નં. ૧૧૪)
દરેક મુસલમાન જાણે છે કે અલ્લાહતઆલાએ પોતાના મહબુબ-હબીબ મોહંમદ (સલ.)ને કુર્આનના ઝરીયાથી અને વહી દ્વારા પણ બેહિસાબ ઈલ્મ આપ્યું હતું. છતાં પણ અલ્લાહતઆલા પોતાના પ્યારા નબીને ફરમાવતો હતો કે આ દુઆ માગતા રહો.
પેગંબરે ઈસ્લામને આ દુઆ ખૂબ જ પસંદ હતી.