(૧૩) જ્યારે મુશ્કેલીઓ તમારી પાસેના ઝરીયા જે કંઈ હોય તેનાથી હલ ન થાય ત્યારે આ દુઆ માંગો

 

 

 

(૧૩)જ્યારે મુશ્કેલીઓ તમારી પાસેના ઝરીયા જે કંઈ હોય તેનાથી હલ ન થાય ત્યારે આ દુઆ માંગો
(સુરા નં ૭ અઅરાફ આયત નં. ૧૫૧)

وَأَدْخِلْنَا فِى رَحْمَتِكَ ۖ وَأَنتَ أَرْحَمُ ٱلرَّٰحِمِينَ

વ અદખિલના ફી રહમતેક વ અન્ત અરહમુર રાહેમીન

પરવરદિગાર! અને અમો ને તારી રહેમતમાં દાખલ કરી લે, અને તું અરહમુર રાહેમીન છો

(સુરા નં ૭ અઅરાફ આયત નં. ૧૫૧)

 

 

 

દરેક મોમીને આ દુઆના ઝરીયાથી અલ્લાહની રહમત તલબ કરવી જોઈએ. જ્યારે આપણને એવું લાગે કે આપણી મુશ્કેલીઓ આપણી શક્તિ અને ઝરીયાથી હલ થવાને કાબિલ નથી. તો તરત જ આ દુઆ માંગો.
આ દુઆ હઝરત મુસા (અલ.) એ માગી હતી. તવરેત કિતાબ આપવા માટે અલ્લાહે આપને કોહે તુર ઉપર બોલાવ્યા. તીસ રોઝા રાખવાનું કહ્યું. મોની વાસ જે રોઝાના કારણે પેદા થતી હતી તે દૂર કરવા આપે પાણીથી મો સાફ કર્યું. તો હુકમ થયો કે વધુ દસ રોઝા રાખો. તમારા મોની રોઝાની હાલતમાં આવતી વાસ અમને ખૂબ પસંદ છે.
ચાલીસ રોઝા પૂરા કરી પોતાની કોમ પાસે આવ્યા, જોયું તો કોમ સામરી જાદુગરની ચાલમાં ફસાઈને મૂર્તિ પુજા કરવા લાગી હતી. આપની ગેરહાજરીમાં આપના ભાઈ હારૂન (અલ.) જેઓ આપના નાયબ હતા. ફરાઇઝે નુબુવ્વત અંજામ આપી રહ્યા હતા. તેમને પુછ્યું કે આ કોમ કેમ આવી બની ગઈ છે ?
હઝરત હારૂન (અલ.) એ કહ્યું “ભાઈ મેં ઘણા સમજાવ્યા, મારી તમામ શક્તિ ખર્ચી કોશીશ કરી પરંતુ આ કોમ નથી માનતી. સામરીની જાળમાં ફસાઈ ગઈ છે.
ત્યારે હઝરત મુસા (અલ.) એ ઉપરોક્ત દુઆ માંગી. દરેક નમાઝની કુનુતમાં આ દુઆ પઢવાની ખૂબ જ ફઝીલત છે.