(૧૨) પોતાના દીની અથવા દુન્યવી કામોને બેહતર તરીકાથી પૂર્ણ કરવા માટે આ દુઆ પઢો

 

 

 

(૧૨)પોતાના દીની અથવા દુન્યવી કામોને બેહતર તરીકાથી પૂર્ણ કરવા માટે આ દુઆ પઢો.
(સૂરા નં ૨૧ અંબિયા આયત નં. ૧૧૨)

رَبِّ ٱحْكُم بِٱلْحَقِّ ۗ وَرَبُّنَا ٱلرَّحْمَـٰنُ ٱلْمُسْتَعَانُ عَلَىٰ مَا تَصِفُونَ

રબ્બીહકુમ બિક્કે, વરબ્બોનર રહમાનુલ મુસ્તઆનો અલા માતસેફૂન

પરવરદિગાર તું અમારી વચ્ચે હક સાથે ફેસલો કરી દે, અને અમારો પરવરદિગાર મહેરબાન અને તમારી વાતોના મુકાબલામાં તેની મદદનો આશરો છે.

(સૂરા નં ૨૧ અંબિયા આયત નં. ૧૧૨)

 

 

 

પ્યારા નબી હઝરત મોહંમદ (સલ.) ના અસહાબ જે કંઇ અલ્લાહતઆલાના વિષે કહેતા હતા, છુપાઇને પાછળથી કે બધાંની સામે તે બધુંજ તેમનું ગુમાન હતું. તેમની આ માથા વગરની વાતચીતને સાંભળીને આપણા નબી(સલ.)એ આ દુઆ માંગી હતી. આપણે પણ દીની-દુન્યવી કામોના માટે બેહતર તરીકાથી નીપટવા માટે આ દુઆ કરવી જોઇએ.