(૧૧)દરેક જાઇઝ મુરાદ અને ઇચ્છા માટેની દુઆ
(સુરા નં ૨ બકરહ આયત નં. ૧૨૭)
رَبَّنَا تَقَبَّلْ مِنَّآ ۖ إِنَّكَ أَنتَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ
રબ્બના તકબ્લ મિન્ના, ઇન્નકએ અન્નસ સમીઉલ અલીમ.
અય અમારા પરવરદિગાર! અમારી (આ સેવા) કબૂલ કર; બેશક તું સાંભળનાર અને જાણનાર છે
(સુરા નં ૨ બકરહ આયત નં. ૧૨૭)
ખાનએ કાઅબાની તઅમીર (બાંધકામ) દરમ્યાન અલ્લાહતઆલાના બે નબી હઝરત ઈબ્રાહીમ (અલ.) અને હઝરત ઈસ્માઈલ (અલ.) એ આ દુઆ માગી હતી, પોતાના કામની કામ્યાબી અને તેને પૂર્ણતા સુધી પહોંચાડવા માટે. કોશીશ અને મહેનત કર્યા પછી પણ જરૂરી નથી કે મેહનતનું ફળ મળે જ. આ કારણથી અક્કલનો યોગ્ય ઉપયોગ થાય, સાથે અમલમાં-કોશીશમાં કોઈ કમી ન રહે. તેથી ઉપરોક્ત દુઆ માગવામાં આવે. કારણ કે દુનિયામાં એવી માલુમ અથવા નામાલૂમ શક્તિઓ જે આપણી મેહનેતોને નકામી બનાવી શકે છે. અલ્લાહતઆલા જે બધું જ જાણે છે, વિશ્વની દરેક
શક્તિ તેના કબજામાં છે. તેની મદદ આપણને મળી રહે તે માટે પેગંબરોની દુઆઓને દ્રષ્ટિસમક્ષ રાખી, દરેક કામની કામ્યાબી માટે આ દુઆ માગવામાં આવે, કોઈપણ કામ શરૂ કર્યા પછી આ દુઆ કરતા રહો. હદીસમાં છે કે પેગંબરે ઈસ્લામ આપણા પ્યારા નબી (સલ.) આ હુઆને ત્રણ વખત દોહરાવતા હતા. દરેક જાઈઝ મુરાદ અને ઇચ્છા માટે આ દુઆ જરૂરથી પડે.