(૧૦)રાહે હિદાયત ઉપર બાકી રહેવા માટે આ દુઆ પઢતા રહો
(સુરા નં 3 આલે ઈમરાન આયત નં. ૮)
رَبَّنَا لَا تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً ۚ إِنَّكَ أَنتَ ٱلْوَهَّابُ
રબ્બના લાતોઝીગ કોલુબના બાઅદઅ ઈઝ હદયતના વહબ લના મિલ્લદુનક રહમતન, ઈન્નક અન્તલ વહહાબ
અય અમારા પરવરદિગાર! અમારી હિદાયત કર્યા પછી અમારા દિલોમાં ખોટ પૈદા થવા દેજે નહિ અને અમને તારી પાસેથી રહેમત અતા કર, કારણકે તું અતા કરનાર છે
(સુરા નં 3 આલે ઈમરાન આયત નં. ૮)
આ દુઆ હંમેશા પડ્યા કરો. હિદાયત પામ્યા પછી ભટકી જવું કે ગુનાહોમાં પડી જવું કોઈપણ વ્યક્તિની મોટામાં મોટી બદકીસ્મતી છે. દરેક વખતે તેની રહમતને તલબ કરવી જરૂરી છે.