ઇખફ :
નુન સાકીન(نْ) અથવા તનવીન(ــًــٍــٌ) પછી આ 15 અક્ષરોમાંથી કોઈ એક આવે: ت, ث, ج, د, ذ, ز, س, ش, ص, ض, ط, ظ, ف, ق, ك તો તેનો ઉચ્ચાર બે હરકતના સમયગાળા(૨ થી ૩ સેકંડ) માટે નાકમાંથી હળવા અવાજ(ગુન્ના) સાથે કરવામા આવશે.
ઇખફ મીમ સાકીન :
જયારે મીમ સાકીન (مْ) પછી બ (ب) અક્ષર આવે ત્યારે તેનો ઉચ્ચાર નાક માંથી હળવા અવાજ(ગુન્ના) સાથે કરવામાં આવશે.
કલકલા :
કલ્કલાના 5 અક્ષરો: ق, ط, ب, ج, د જ્યારે આ અક્ષરો પર સુકૂન હોય અથવા વાક્યના અંતે આ અક્ષર પર થોભવું પડે ત્યારે તેનો ઉચ્ચાર પ્રતિધ્વનિ અથવા ઝટકા સાથે કરવામાં આવશે.
ઇકલબ (કલ્બ) :
જ્યારે નૂન-એ-સાકિન (نْ) અથવા તનવીન(ــًــٍــٌ) પછી બ (ب) આવે ત્યારે તેને નૂન/તનવીનને નાનામીમ (م) માં બદલી ગુન્ના સાથે ઉચ્ચારવામા આવશે.
ગુન્ના :
نّ અને مّ બંને નાક માંથી ઉચારવામાં આવશે.
ઈદગામ :
નૂન-એ-સાકિન (نْ) અથવા તનવીન (ــًــٍــٌ) પછી આ અક્ષરો આવે: ي, ن, م, و ત્યારે તેનો ઉચ્ચાર નૂન/તનવીન અગાળના અક્ષરમાં મિલાઈ જશે અને ગુન્ના સાથે ઉચ્ચારાશે.
ઇદગામે મીમ સાકીન :
જ્યારે મીમ સાકિન (مْ) પછી બીજો મીમ (م)આવે ત્યારે બંને મીમ મળીને ગુન્ના સાથે ઉચ્ચારાશે.
મહત્વની નોંધ:
જ્યારે مّ અક્ષર નૂન-એ-સાકીન نْઅથવા તનવીન(ــًــٍــٌ) સાથે આવે ઉદા: اُنَاسٍ مَّشَرَبَهُمْ , ત્યારે ગુન્ના અને ઇદગામ બંને નિયમો લાગુ પડે છે, પરંતુ ઉચ્ચારની રીત સમાન (ગુન્ના સાથે) જ રહે છે.